આજ રોજ તારીખ ૨૩/૦૬/૨૦૨૨ના રોજ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે ગત્ વર્ષોમાં નવસારી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના સેક્રેટરી તથા GIETના પ્રોડ્યુસર શ્રી મેહુલકુમાર જી. વ્યાસ સાહેબના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં ગામનાં આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શ્રીમતી રક્ષાબેન પટેલ, ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ, જિ.પંના માજી સભ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ વાલીઓ, શાળાનાં બાળકો, એસ.એમ.સીના સભ્યો હાજર રહ્યા હતા.
0 Comments