ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં 'બેગલેસ ડે' આધારિત પ્રવૃત્તિઓ માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી.

  

ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં 'બેગલેસ ડે' આધારિત પ્રવૃત્તિઓ માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી. 

જેમાં સૌ પ્રથમ ઇલેક્ટ્રીકશિયનની મુલાકાત લેવામાં આવી જેમાં બાળકોને ઇલેક્ટ્રિક સાધનોના રીપેરીંગ ઉપયોગમાં આવતા સાધનોથી માહિતગાર કરવામાં આવ્યા. તેમજ ઘરમાં ઉપયોગી મિક્ષર મશીન, પંખાંને કેવી રીતે રીપેરીંગ કરવામાં આવે છે તેના વિશે ઇલેક્ટ્રિકશિયન પાસેથી માહિતી લેવામાં આવી હતી. ત્યાર બાદ જીયાન ફાર્મ એન્ડ નર્સરીની મુલાકાત લેવામાં આવી. ખેતીવાડીના પાક આધારિત ઉપયોગી માહિતી મેળવવામાં આવી હતી.  ત્યારબાદ મત્સ્ય ઉદ્યોગની મુલાકાત, મરઘાં ઉછેર કેન્દ્રની મુલાકાત, વિવિધ પક્ષીઓના ઉછેરની માહિતી, શાકભાજી અને ધરું ઉછેરની માહિતી ફાર્મ એન્ડ નર્સરીના માલિક પાસેથી લેવામાં આવી હતી. છેલ્લે ગેરેજની મુલાકાત લઈ બાળકોને વિવિધ વાહનોને રીપેરીંગમાં લેવાતાં instrumentની માહિતી મેળવવામાં આવી હતી.

Post a Comment

0 Comments