ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં ૭૪ મો પ્રજાસત્તાક દિન ઉજવાયો.

 


ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં ૭૪ મો પ્રજાસત્તાક દિન ઉજવાયો હતો. તેમજ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગામની વધુ અભ્યાસ કરેલ દીકરી કુ. દામિનીબેનના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ તૈયાર કરેલ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં અભિનય ગીત, દેશભકિત ગીત, આદિવાસી નૃત્ય, અને નાટકનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં એસએમસીના અધ્યક્ષ શ્રીમતી તારાબેન પટેલ, એસએમસીના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્ય શ્રીમતી પ્રિયંકાબેન પટેલ તથા દિવ્યાબેન પટેલ, આશ્રમના ગૃહપતિ રમેશભાઈ ભોયા, આરપીએફ જવાન શ્રી મહેશભાઈ આહિર, ગ્રામજનો, શિક્ષકો અને વાલીઓ હાજર રહ્યાં હતાં.





















Post a Comment

0 Comments